માંડવીમાં પદગ્રહણ સમારંભ યોજાયો
સુરતના કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખનો સમારંભ યોજયો
સમારંભમાં મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરી નો પદગ્રહણ સમારંભ યોજાયો.
સુરત જિલ્લાના માંડવી માં 157 વિધાનસભાના ના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી ને સુરત જિલ્લાના કોંગ્રેસ સમિતિ પ્રમુખ બનવા બદલ પદગ્રહણ સમારંભ શનિવાર ના રોજ માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરી ને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરાયા હતા. તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રસંગે મુકુલભાઈ વાસનિકજી મહામંત્રી AICC, ગુજરાત પ્રભારી, અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા-ગુજરાત વિધાનસભા ડો. તુષારભાઈ ચૌધરી MLAખેડબ્રહ્મા, તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી,ભરતસિંહ સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ અધ્યક્ષ ગુ. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉષાજી નાયડુ AICC પ્રભારી શ્રી દક્ષિણ ગુજરાત શૈલેષભાઈ પરમાર ઉપનેતા-ગુજરાત વિધાનસભા હેમાંગીબેન ગરાસીયા AICC મેમ્બર સિદ્ધાર્થ ચૌધરી પૂર્વ લોકસભા ના ઉમેદવાર બારડોલી. મનહરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત વિવિધ તાલુકા માંથી કોંગ્રેસ પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો તેમજ માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય માંડવી નગર કોંગ્રેસ મહામંત્રી મેહુલભાઈ ખેંગાર માંડવી નગર કોંગ્રેસ ઉપપ્રમુખ સુરેશભાઈખટીક માંડવી નગર માંડવી તાલુકામાંથી હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.