ડિંડોલીમાં પથ્થરીના ઓપરેશન બાદ યુવકનું મોત

Featured Video Play Icon
Spread the love

ડિંડોલીમાં પથ્થરીના ઓપરેશન બાદ યુવકનું મોત
સારવાર દરમિયાન મોતથી પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ
હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ
મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર પરિવારજનોએ કર્યો વિરોધ

સુરતના ડિંડોલી વિસ્તારમાં પથ્થરીના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થતાં ભારે વિવાદ સર્જાયો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરાયો છે. વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની.  ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પથ્થરીના ઓપરેશન માટે આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના મોત બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. બાદમાં પરિવારજનોએ મૃતદેહ સાથે હોસ્પિટલ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *