ડિંડોલીમાં પથ્થરીના ઓપરેશન બાદ યુવકનું મોત
સારવાર દરમિયાન મોતથી પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ
હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ
મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર પરિવારજનોએ કર્યો વિરોધ
સુરતના ડિંડોલી વિસ્તારમાં પથ્થરીના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થતાં ભારે વિવાદ સર્જાયો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરાયો છે. વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની. ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પથ્થરીના ઓપરેશન માટે આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના મોત બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. બાદમાં પરિવારજનોએ મૃતદેહ સાથે હોસ્પિટલ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

