સુરતમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
લીંબાયત, ઉધના, સલાબતપુરામાં સઘન ચેકિંગ
અસામાજિક તત્વોમાં પોલીસનો ફફડાટ
ગુનાખોરી ડામવા પોલીસની કડક કાર્યવાહી
સુરત શહેર પોલીસનો ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ હોય તેમ ડીસીપી ઝોન-2 હેઠળના લીંબાયત, ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં હિસ્ટ્રીશીટર, એમસીઆર ધારકો, તડીપાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-2 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન યોજાયું હતું. ડીસીપી કાનન દેસાઈના સીધા સુપરવિઝનમાં લીંબાયત, ઉધના અને સલાબતપુરા પોલીસની અલગ-અલગ ટીમોએ હિસ્ટ્રીશીટર, માથાભારે ઇસમો, તડીપાર આરોપીઓ તેમજ સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વોના રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન શરીર સંબંધિત અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરોમાં તપાસ કરી ઘાતક હથિયારો સહિત શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત પોલીસ દ્વારા આ પ્રકારની અસરકારક કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
