સુરતમાં મા આઠમ નિમિત્તે ઉમિયાધામ મંદિરે ભવ્ય મહાઆરતી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મા આઠમ નિમિત્તે ઉમિયાધામ મંદિરે ભવ્ય મહાઆરતી
હજારો દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું ઉમિયાધામ મંદિર
મા આઠમના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદભુત સંગમ
દીવડાઓના દિવ્ય પ્રકાશથી મંદિર પરિસરમાં સર્જાયું અલૌકિક દૃશ્ય
માતાજીની મહાઆરતીમાં ભક્તિમય માહોલ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર

સુરતમાં માની આઠમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અદભુત નજારો જોવા મળ્યો. ઉમિયાધામ મંદિરે હજારો દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવડાઓના ઝળહળતા પ્રકાશ અને માતાજીની આરતીના ભક્તિમય માહોલે સમગ્ર મંદિર પરિસરને દિવ્ય આભાથી ઝળહળતું કરી દીધું હતું.

સુરતમાં માની આઠમની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે કરવામાં આવી. ઉમિયાધામ મંદિરે હજારો દીવડાઓ પ્રગટાવી ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. એકસાથે ઝળહળતા દીવડાઓ અને માતાજીની આરતીના દિવ્ય દર્શનથી ભક્તો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. આકાશી આભા ધરતી પર ઉતરી આવી હોય તેવા મનમોહક દૃશ્યોએ સૌનું મન મોહી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *