માંડવીના કાકરાપારડેમમાં ચાર ડુબીયા.

Featured Video Play Icon
Spread the love

માંડવીના કાકરાપારડેમમાં ચાર ડુબીયા.
એક ને બચાવવા જતા અન્ય ત્રણ પાણીમાં ડૂબીયા પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ પણ મોતને ભેટ્યા.
આ ગોજારી ઘટનાને પગલે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ શોક વ્યકત કર્યો હતો.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના હૃદય દ્રાવક ઘટના બનવા પામી છે જેમાં જાણીતા પ્રખ્યાત પ્રવાસનસ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમમાં કૌશિકભાઈ ચૌધરી નાહવા ગયા હતાતે પાણીમાંથી બહાર ન નીકળતા સોહિલભાઈ ચૌધરી તેમજ ગણેશભાઈ ચૌધરી રહેવાસી વાકલા તેમજ પ્રવીણભાઈ ચૌધરી રહેવાસી કણજા તેને શોધવા ઉડા પાણીમાં શોધવા ગયા હતા હતા. પરંતુ તેઓ પણ બહાર ન નીકળતા સ્થાનિકો દ્વારા માંડવી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી ભારે જહમત બાદ ડેડબોડી બહાર કાઢી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કાકરાપાર ડેમમાં ચાર મિત્રો નાહવા ગયા હતા.જેમાં ચારેય મોતને ભેટ્યા હતા 11 મેના રોજ સાંજે બનેલી ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી અને પરિવારોમાં માતમ થવાયો હતો માંડવી ફાયરની ટીમ દ્વારા ડેથ બોડીને શોધી પોલીસ તંત્રને સોંપવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *