જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પોલીસ એક્શન મોડમાં
સુરત પોલીસે “ઓપરેશન બાંગ્લાદેશ શરુ કર્યું
ઉતરાણ પોલીસે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
સુરત પોલીસે “ઓપરેશન બાંગ્લાદેશ શરુ કર્યું છે. ઉતરાણ વિસ્તારમાં રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરત શહેરમાં વસવાટ કરતા વિદેશી તત્વોની ઓળખ અને કાયદેસર દસ્તાવેજોની ચકાસણી માટે સુરત પોલીસ દ્વારા ખાસ અભિયાન “ઓપરેશન બાંગ્લાદેશ” હાથ ધરવામાં આવ્યું છે. ઉતરાણ પોલીસ સ્ટેશનની ટીમે શહેરના ઇન્ડસ્ટ્રીયલ તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અભિયાન દરમિયાન પોલીસ દળે અનેક મકાનો અને કામની જગ્યાઓ પર પહોંચી તમામ લોકોના ઓળખપત્રો અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ સંદિગ્ધ રીતે રહેલા લોકોની ઓળખ કરી અને કાયદેસર રીતે રહેતા છે કે નહીં તેની પુષ્ટિ કરવી હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઓપરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા વિદેશી નાગરિકોને ઓળખી કાનૂની કાર્યવાહી માટે આગળ વધવું સરળ બને છે. સુરત પોલીસે જણાવ્યું કે આવું ઓપરેશન આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત થાય.