સુરતમાં ભાવેશ આંગઢીયા પેઢીના નામની ખોટી આંગઢીયા પેઢી
40 લાખનુ આંગડીયા મેળવી ભાગી ગયેલા પાંચ ઠગો
પાંચ ઠગોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી 35 લાખની રોકડ કબ્જે કરી
સુરતમાં ભાવેશ આંગઢીયા પેઢીના નામની બેંગલોર ખાતેની ખોટી આંગઢીયા પેઢીના નામે 40 લાખનુ આંગડીયા મેળવી ભાગી ગયેલા પાંચ ઠગોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી 35 લાખની રોકડ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ બીબી કાતરીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ તેજસકુમાર તથા પૃથ્વીરાજસિંહએ ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી ભાવેશ આંગઢીયા પેઢીના નામની બેંગ્લોર ખોટી આંગઢીયા પેઢીના નામે ફરિયાદી પાસેથી 40 લાખનુ આંગઢિયુ મેળવી ભાગી છુટેલા પાંચ આરોપીઓ ખેત્રપાળ આદુરામ શર્મા, શિવશંકર હરીરામ ગોદરા જાટ, સાંવરદાસ સત્યનારાયણદાસ સ્વામી, હરીકિશન બજરંગલાલ શર્મા અને માણેકચંદ ભવરલાલ શર્માને ઝડપી પાડી તેઓ પાસેથી 35 લાખની રોકડ કબ્જે કરી હતી જ્યારે પાંચ લાખ રીકવર કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
