સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એસીના કોપર પાઈપની ચોરી
લીલાબા કન્યા શાળામાંથી કોપર પાઈપ ચોરનાર આરોપી ઝડપાયો
મહિધરપુરા પોલીસની કાર્યવાહી, રીઢો ચોર ઝડપાયો
શાળામાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
સુરતની મહિધરપુરા પોલીસે લાલ દરવાજા ખાતે આવેલી લીલાબા કન્યા શાળામાંથી એસીના કોપર પાઈપની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં રોજેરોજ ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ લીલાબા કન્યા શાળામાંથી એસીના કોપર પાઈપની ચોરી થઈ હોવાની ઘટના બની હતી જેને લઈ મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લાલ દરવાજાની લીલાબા કન્યા શાળામાંથી 70 હજારની કિંમતના એસી ના કોપર પાઈપની ચોરી કરી ભાગી છુટેલા બાળ કિશોર સાથે વિજય ભાભોરને ઝડપી પાડી ચોરાયેલ કોપર પાઈપ કબ્જે કરી બન્નેને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
