બારડોલી નવસારી માર્ગ પર ભૂવાસણ પાસે ફેક્ટરી સંચાલકોનો આતંક

Featured Video Play Icon
Spread the love

બારડોલી નવસારી માર્ગ પર ભૂવાસણ પાસે ફેક્ટરી સંચાલકોનો આતંક
તપાસ કરવા ગયેલા સરકારી સ્ટાફને ‘ગેટ આઉટ’ કહી કાઢી મુકાયા
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સ્ટાફને પોલીસની ધમકી અપાતા વિવાદ
કંપનીના માલિકોની દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ, ફેક્ટરી સીલ કરવા માગ

સ્કાય વિન ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી ભૂવાસણ ગામની સીમમાં સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક. તપાસ અર્થે ગયેલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, મામલતદાર કચેરી અને માર્ગ-મકાન વિભાગના સ્ટાફને ફેક્ટરીમાં પ્રવેશતા અટકાવ્યા.

સરકારી બાબુઓને કહ્યા ‘ગેટ આઉટ’ કંપની સંચાલકોએ ફરજ પરના સરકારી કાફલાને ‘ગેટ આઉટ’ કહી પોલીસ બોલાવવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો. વિવાદ વકરતા બારડોલી પ્રાંત અધિકારી અને મામલતદાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. પાણીના નિકાલ માટે કડક સૂચના આપી અને માર્ગ-મકાન વિભાગ દ્વારા રોડની આજુબાજુ કંપનીએ કરેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા અને ફેક્ટરી માલિકોની જોહુકમી સામે ગ્રામજનો લાલઘૂમ. ફેક્ટરી કાયમી ધોરણે બંધ કરાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી ઉઠી.

બારડોલી નવસારી માર્ગ પર ભૂવાસણ પાસે ફેક્ટરી સંચાલકોનો આતંક તપાસ કરવા ગયેલા સરકારી સ્ટાફને ‘ગેટ આઉટ’ કહી કાઢી મુકાયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સ્ટાફને પોલીસની ધમકી અપાતા વિવાદ કંપનીના માલિકોની દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ, ફેક્ટરી સીલ કરવા માગ સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ બારડોલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *