ભાવનગર મનપાના ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
ક્રેવ ઈટેબલ્સ સહિત 8 પેઢીઓમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા
ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ
ભાવનગરમાં ખાદ્ય સુરક્ષાને લઈને મનપાનું ચેકિંગ અભિયાન ચાલુ
ભાવનગર મનપાના ફ્રુટ સેફ્ટી વિભાગ દ્વારા ક્રેવ ઈટેબલ્સ સહિત ૮ પેઢીમાંથી નમુના લેવાયા દિવાળીના તહેવાર હવે નજીક આવી રહ્યા છે. ખાસ દશેરાના તહેવાર નિમિતિ જયારે લોકો જલેબી સહિતની વાનગીઓ આરોગતા હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં તો નથી થઈ રહ્યા તેને લઈને આજે મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં ક્રેવ ઈટેબલ્સ,દવે મીઠાઈ, વિક્રાંત ફરસાણ, શ્રેયસ ડેરી ફાર્મ, બાપા સિતારામ ફરસાણ,પંજવાણી ફરસાણ, અશોકા ફરસાણ, દર્શનભાઈ બારૈયાની દુકાનોમાંથી જલેબીના ૮ નુમના લેવાયા હતા. શહેરના કાળાનાળા વિસ્તારથી શાસ્ત્રીનગર અને ચિત્રા રોડ પર આવેલી કુલ ૮ પેઢીઓની તપાસ કરેલ. ૬ જગ્યાએ ટીપીસી પણની તપાસ કરવામાં આવેલ. તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે
