ભિલોડાના મામલતદાર કચેરીમાં સરપંચના ધરણા.

Featured Video Play Icon
Spread the love

ભિલોડાના મામલતદાર કચેરીમાં સરપંચના ધરણા.
મામલતદારની સામે નીચે બેસીને કર્યો વિરોધ.
ત્રણ નવી આંગણવાડીઓ બનાવવાની માંગણી કરી

ભિલોડા તાલુકાની વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતીએ આજે મામલતદાર કચેરીમાં ધરણા કર્યા હતા. તેમની માગણી ત્રણ નવી આંગણવાડીઓ બનાવવાની છે.

ભિલોડા તાલુકાની વાંદીયોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અસાલ, વાંદીયોલ અને સોળપુર ગામની આંગણવાડીઓની સ્થિતિ અત્યંત જર્જરિત છે. ચોમાસામાં આ મકાનોમાં પાણી ટપકે છે. આ જોખમી મકાનોમાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.સરપંચ રાહુલ ગામેતીએ આ મુદ્દે અગાઉ કેટલીય વાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે આજે મામલતદારની ચેમ્બરમાં સ્વાગત મીટિંગ દરમિયાન જ ધરણા શરૂ કર્યા હતા. ઘટનાની જાણ થતાં ભિલોડાના TDO પણ મામલતદારની ચેમ્બરમાં પહોંચ્યા હતા. તેમણે સરપંચને આશ્વાસન આપ્યું હતું, જેના પગલે ધરણાનો અંત આવ્યો હતો. સરપંચે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં નવા મકાનોનહીં બને તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *