સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણી સાથે બ્લેકમેઇલિંગની ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણી સાથે બ્લેકમેઇલિંગની ફરિયાદ
મહિલાના બ્લેકમેઈલિંગથી કંટાળી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો
મહિલાએ દીકરીના લગ્નમાં હોબાળો કરવાની ધમકી આપી હોવાનો આરોપ

સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેકમેઈલિંગથી કંટાળી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. મહિલાએ દીકરીના લગ્નમાં હોબાળો કરવાની ધમકી આપી હોવાની સાથે બિલ્ડર પાસેથી આ મહિલાએ દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાની ચર્ચા સામે આવી છે.

સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેકમેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 ફેબ્રુઆરીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર વડે જાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બિલ્ડરના આપઘાત પાછળ શરૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તુષાર ઘેલાણીના પરિવારજનો તેમની ઉત્તરક્રિયાની વિધિમાં વ્યસ્ત છે. ઉત્તરક્રિયા વિધિ પૂર્ણ થયા પછી પોલીસ બિલ્ડરના પરિવારજનોનાં નિવેદનો લઈને આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધવા માટે તજવીજ કરે તેવી શક્યતા છે. તો આ કેસમાં હાલમાં પોલીસ તુષાર ઘેલાણીના પરિજનોના નિવેદનોની રાહ જોઈ રહી છે. આગામી 2-3 દિવસમાં આ મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા પણ મહિલા તેમને મચક આપતી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *