સુરતના રામનગરમાં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
શીખ સમાજ દ્વારા 40 દિવસથી ગુરુ ગ્રંથ સાહેબના અવિરત પાઠ અને કીર્તનનું આયોજન
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન, કીર્તન અને લંગરમાં જોડાયા
ભક્તિમય માહોલમાં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે
સુરતના રાંદેર રોડ સ્થિત રામનગરમાં શીખ સમાજ દ્વારા ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 40 દિવસથી ગુરુ ગ્રંથ સાહેબના અવિરત પાઠ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન, પાઠ, કીર્તન અને લંગરમાં જોડાઈ ગુરુ નાનક દેવજીના આશીર્વાદ મેળવી રહ્યા છે.
ગુરુ નાનક દેવજીના પ્રાગટ્ય પર્વ નિમિત્તે સુરતના રાંદેર રોડ પર આવેલ રામનગર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 40 દિવસથી ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ અને કીર્તન દ્વારા શ્રદ્ધાળુઓએ ગુરુવાણીનું શ્રવણ કર્યું હતું. આજે બપોરે એક વાગ્યા બાદ ગુરુ નાનક દેવજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી કેક કાપીને કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પાઠ, કીર્તન અને લંગરની સેવાનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભક્તિ, સેવા અને સમર્પણનો માહોલ છવાયો છે.
