સોનગઢમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય મોન રેલીનું આયોજન
સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસને લઈ રેલીનું આયોજન
રેલીમાં સિંધી સમાજના આગેવાન અને બાળકો અને મહિલાઓ સાથે જોડાયા
અમદાવાદ શહેરમાં સેવેન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના દીકરાની હત્યા કરવામાં આવી ત્યારે સમગ્ર દેશ માં અલગ અલગ જગ્યા પર સિંધી સમાજ એ આવેદન પત્ર આપયુ હતું જેમાં કડક કાર્યવાહી થાય અને સિંધી સમાજના દીકરાને અને એના પરિવાર ને ન્યાય મળે તે હેતુ થી સોનગઢ સિંધી સમાજે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર મામલદાર સોનગઢને આપ્યું હતું. અને સાથે મૌન રેલી કાળી મૃત્યુ પામેલ દીકરાને ભાવભરી શ્રધાંજલિ આપી હતી. જેમાં સોનગઢના યુવા અને બધાજ સિંધી સમાજના આગેવાન અને નાના બાળકો અને મહિલાઓ સાથે જોડાયા હતા .
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ખાસ કરીને સિંધી સમાજ દ્વારા રાજ્યના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે સોનગઢ સિંધી પંચાયત આગેવાનો અને સમાજના દરેક લોકો મોટી સંખ્યામાં જોડાઈ સોનગઢ મામલતદાર કચેરી ખાતે એકત્ર થાય આવેદન આપી સાંજે ઓટા ચાર રસ્તા થી બસ સ્ટોપ બિરસામુંડા ચોક સુધી મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરી મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે મૌન રેલી કાઢવામાં આવી અને હત્યા કરનારની સાથે જો કોઈ સંડોવાયેલા હોય તો તેની તપાસ કરી એ લોકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી . સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા કરવામાં ઉઠી છે .
