સુરતમાં કરોડોના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં વોન્ટેડ આરોપી
વોન્ટેડ આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
ચોક બજાર ખાતે રહેતા હુસેન મેમણને ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો
અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત સાયબર ક્રાઈમે ઝડપીપ ાડ્યો છે.
સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના સીનીયર સીટીઝનને ઈન્વેસ્ટેમન્ટ ના નામે સાયબર ફ્રોડ કરતી ટોળકીએ વિશ્વાસમાં લઈ ઓનલાઈન 1 કરોડ 84 લાખ 67 હજારથી વધુ પડાવી લીધા હતા જે અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અને આરોપીઓને કોટક બેંકનુ ખાતુ આપનાર આરોપી એવા ચોક બજાર ખાતે રહેતા હુસેન મેમણને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી તેનો કબ્જો અમદાવાદ સાયબર ક્રાઈમને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
