સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડીંગને લઈને મનપાની કાર્યવાહી.

Featured Video Play Icon
Spread the love

સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડીંગને લઈને મનપાની કાર્યવાહી.
એરપોર્ટને નડતર રૂપ બિલ્ડીંગને મનપાએ ફટકારી નોટિસ.
અઢીથી 5 કરોડની કિંમતના 151 ફ્લેટ ખાલી કરવા નોટિસ.

અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સુરત મનપા સજાગ થઈ હોય તેમ એરપોર્ટને નડતરરૂપ કરોડોની કિંમતના ફ્લેટનો રી-સર્વે શરૂ કરાયો છે અને 151 લક્ઝુરિયસ ફ્લેટ ખાલી કરવા નોટિસ પણ અપાઈ છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ અંગેનો વિવાદ ફરી એક વાર બહાર આવ્યો છે. 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મુકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો. 2-3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાંખવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. સાત બિલ્ડીંગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી ન હતી તે બિલ્ડીંગ નડતરરૂપ છે તે માટે નિર્દેશ આપવામાં આવ્યું હતું. જો કે, એરક્રાફ્ટ રૂલ્સ 147-48 પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને પત્ર લખે છે કે આટલી બિલ્ડીંગ ફ્લાઈટ માટે નડતરરૂપ છે તેને દુર કરવી કે ડિમોલીશન કરવી પડશે અને આ કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહે છે. જોકે, કલેક્ટર પાસે મેન પાવર અને મશીન પાવર નથી. પાલિકા સાથે આ મુજબની સંયુક્ત બેઠક થઈ હતી. જેમાં સુરત પાલિકાની સીધી જવાબદારી નક્કી નથી પરંતુ કલેક્ટર ડીમોલીશન કરવા માટે તૈયાર થાય તો સુરત પાલિકાએ મેન પાવર અને મશીન પાવર માટે કોર્ટમાં એફિડેવીટ પણ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *