સુરતની એલસીબી ઝોન વનની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા
કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી ઝોન વનની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વનના નેજા હેઠળ એલસીબી ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ તથા હરીસિંહએ કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુળ રાજસ્થાનનો અને હાલ પાલ ખાતે રહેતા અરવિંદ શંકરનાથ યોગીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.