સુરત પાંડેસરામાં નજીવી બાબતે યુવાન પર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરામાં નજીવી બાબતે યુવાન પર હુમલો
રીક્ષા મુદ્દે થયેલી બોલાચાલીમાં યુવાનને માર મરાયો
વિડીયો વાયરલ થતા અસામાજિક તત્વો સામે પોલીસ પગલાં

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે હવે પાંડેસરામાં નજીવી બાબતે યુવાન પર હુમલો કરાયો હતો. રીક્ષા મુદ્દે થયેલી બોલાચાલીમાં યુવાનને માર મરાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં ગુનેગારોમાં પોલીસનો ડર ન હોય તેમ લાગે છે. કારણ કે રોજેરોજ અસામાજિક તત્વોના આતંકના વિડીયો કહો કે સીસીટીવી સામે આવી રહ્યા છે. અને આ વિડીયો કે સીસીટીવી વાયરલ થતા પોલીસ સામે જ સવાલો ઉભા થાય છે. ત્યારે હાલમાં પાંડેસરાના નામે વિડીયો સામે આવ્યા છે. સુરતના પાંડેસરા ખાતે આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રીક્ષા મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવાનને નિર્દયી રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસની પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. ત્યારે વિડીયો વાયરલ થતા અસામાજિક તત્વો સામે પોલીસ હવે કેવા પગલા લે છે તે જોવુ રહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *