દાહોદમાં અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રેસનની જન્મ જયંતિની ઉજવણી
22 સપ્ટેમ્બરના રોજ જન્મ જયંતિની ઉજવણી
મહારાજા અગ્રેસન ની 5149 મી જન્મજયંતિ ઉજવવામાં આવશે
બાઈક રેલી, ક્રિકેટ બોક્સ, ડાન્સ હરીફાઈ જેવા રંગારંગ કાર્યક્રમ
દાહોદમાં અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રેસન ની 5149 મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત બાઈક રેલી, અને અગ્રવાલ સમાજના હોદ્દેદાર નીતુ બંસલ, હાર્દિક અગ્રવાલ અને અનિલ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રેસનની 5149 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે, 19 સપ્ટેમ્બર શુક્રવારના રોજ બાઈક રેલી તેમજ 20 તારીખ શનિવારે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીનું પ્રારંભ થયું હતું અને જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મહારાજા અગ્રેસેનજીની જન્મજયંતી 22 સપ્ટેમ્બર ઉજવવામાં આવશે અને ઉત્સવ 23 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. મહોત્સવના માધ્યમથી સંસ્કૃતિ જ્ઞાન વિજ્ઞાન મનોરંજન રમતગમત વિગેરે જાગૃતિ લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે આ વર્ષે અગ્રવાલ સમાજ દ્વારા અને મહિલા મંડળ દ્વારા બાળકો માટે ફેશન શો, આર્ટ ઓફ ડાઇનિંગ, ખેલ ખેલાડી, ક્રિકેટ બોક્સ,આર્ટિસ્ટ કાર્નિવલ, હમ હે ફિલ્મી ડાન્સ કોમ્પિટિશન, બાઇક રેલી, બિઝનેસ જાહેરાત, રાસ ગરબા, નાટક વગેરે સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ઇવેન્ટમાં ભાગ લેવા ઓનલાઇન/ઓફલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જુદી-જુદી સમિતિ રચાઈ મહોત્સવ દરમિયાન સંચાલન માટે વિવિધ સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી છે. આયોજન સમિતિ, કાર્યક્રમ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, પ્રચાર, સ્વાગત કાર્યક્રમ સહિત હાર્દિક અગ્રવાલ નીતુ બંસલ તેમજ અનિલ અગ્રવાલ દ્વારા સમગ્ર કાર્યક્રમની માર્ગદર્શન આપી તેમજ સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવી હતી અને અગ્રવાલ સમાજ ના આગેવાનો એ માર્ગદર્શન આપ્યું હતું.
