ગુજરાત રાજ્ય સરકાર ના પરિપત્રની અવગણના કરતી સેન્ટ સ્ટીફન સ્કૂલ
રિવિઝન ના કારણે બાળકો બેગ લઈને આવ્યા સ્કૂલ પ્રિન્સિપલ
વાલીઓમાં રોષ જોવા મળ્યું, સ્કૂલ સરકારના પરિપત્રનું પાલન નથી કરતી
હાલ બાળકોનું દફતર બહુ ભાર વાળું હોય છે – વાલી
રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેકલેસ નક્કી કરવામાં આવ્યું છે, ત્યાં સરકારી અને ખાનગી શાળામાં ધોરણ એક થી આઠ માટે બેગલેસ નક્કી કરવામાં આવેલ હોય પણ દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલ મા સરકાર ના પરિપત્ર નુ ઉલ્લઘન કરી પરિપત્ર થયા બાદ આજ સુધી એકેય શનિવારે બેગલેશ કરાયેલું નથી
1 જુલાઈ ના રોજ રાજ્ય સરકારે ધોરણ એક થી આઠ ની સરકારી તથા ખાનગી તમામ શાળા ઓ માં બેગલેશ શનિવાર તેમજ આનંદ દાયી શનિવાર નક્કી કરવામાં આવ્યા છે આ માટે નું આયોજન તૈયાર કરી આવા શનિવારે બાળકો ને શૈક્ષણિક ભાર વિના બાળકો અભ્યાસ સિવાય ની પ્રવૃતિઓ માં જોડાય તેમજ ઔદ્યોગિક એકમો ની મુલાકાત, અલગ અલગ કચેરી ની મુલાકાત સ્કૂલ સિવાય ની બહાર ની દુનિયા જોવે અને સમજે તે સિવાય શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમો, શારીરિક કસરત જેવી અલગ અલગ પ્રવૃતિઓ કરાવવાની હોય છે પરંતુ દાહોદ મા આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલ મા સરકાર ના પરિપત્ર નુ ઉલ્લઘન કરી પરિપત્ર થયા બાદ આજ સુધી એકેય શનિવારે કોઈ પણ પ્રવૃતિ કરાવી નથી આજ ના આયોજન પ્રમાણે બાળકો ને બેગ વગર સ્કૂલ માં બોલાવી નજીક ના ઔદ્યોગિક એકમ અથવા વ્યવસાયકાર ની મુલાકાત અને સમજણ આપવાની હતી પરંતુ સેન્ટ સ્ટીફન સ્કૂલ માં બાળકો ને દફતર સાથે બોલાવી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રખાઈ હતી આ મામલે કેટલાક વાલીઓ ને તો જાણ પણ નહોતી તો અન્ય વાલીઓ એ પણ માંગ કરી છે કે સરકાર ના પરિપત્ર મુજબ બાળકો ને દફતર વગર શાળા એ બોલાવી પ્રવૃતિઓ કરાવવી જોઈએ તો બીજી તરફ શાળા એ આવનાર દિવસો માં પરીક્ષા ના કારણે બાળકો ને રિવિઝન માટે બેગ લઈ ને બોલાવ્યા હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો..
