સુરતમાં દારૂબંધીના બુટલેગરોએ ધજાગરા ઉડાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દારૂબંધીના બુટલેગરોએ ધજાગરા ઉડાડ્યા
વરાછા પોલીસે લાખોના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
મારીયા ઉર્ફે મેક્ષ એન્ટેક્ષભાઈ નાયડુને ઝડપી પાડ્યો

સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડે છે ત્યારે વરાછા પોલીસે લાખોના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીબી ગોલના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો ધર્મેન્દ્રસિંહ અને ગીરીશભાઈને મળેલી બાતમીના આધારે વરાછા દલીત વસાહત ઝુપડપટ્ટીમાંથી મારીયા ઉર્ફે મેક્ષ એન્ટેક્ષભાઈ નાયડુને ઝડપી પાડી તેની પાસેથી 2 લાખ 71 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *