Site icon hindtv.in

સુરતની એલસીબી ઝોન વનની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

સુરતની એલસીબી ઝોન વનની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સુરતની એલસીબી ઝોન વનની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા

કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી ઝોન વનની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર  વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વનના નેજા હેઠળ એલસીબી ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ તથા હરીસિંહએ કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુળ રાજસ્થાનનો અને હાલ પાલ ખાતે રહેતા અરવિંદ શંકરનાથ યોગીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version