સુરતના 14 લોકો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યાં
અદનાન માસ્ટર ના મૃતદેહને સુરત લવાયા
મોડી રાત્રે જ અદનાની અંતિમ વિધિ કરાઈ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના નાનપુરાના અદનાન માસ્ટર ના મૃતદેહને લઈ પરિવારજનો સુરત આવી ગયા હતાં જ્યાં મોડી રાત્રે જ અદનાની અંતિમ વિધિ કરાઈ હતી.
સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના નાનપુરા વિસ્તારના નાતી એવા લંડનના નિવાસી અદનાન મુસ્તાક માસ્ટરનુ પણ નિધન થયુ હોય જો કે ડીએનએ મેચ થવા માટે મૃતદેહ મળવામાં તકલીફ પડી હતી. આખરે અદનાનના ડીએનએ મેચ થતા તેના પરિવારજનોને અદનાન નુ મૃતદેહ સોંપી દેવાયો હતો. જેથી પરિવારજનો અદનાનનુ મૃતદેહ લઈ સુરત આવ્યા હતા અને મોડી રાત્રે જ મોહમ્મદ અદનાન મોહમ્મદ મુસ્તાક માસ્ટરની અંતિમ વિધિ કરવામાં આવી હતી.