સુરતના 14 લોકો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યાં
ત્રણ મૃતદેહના સુરત તો બે મૃતદેહના અંતિમ સંસ્કાર સૌરાષ્ટ્રમાં થયા
દીકરીનું ડીએએ મેચ ન થયું, માતા-પિતાની દફનવિધિ કરાશે
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના રામપુરાના નાના બાવા પરિવારના પુત્ર અકિલ અને તેની પત્નિ ના ડીએએ મેચ થતા તેમના સબ સુરત આવી પહોંચ્યા હતાં. સુરતમાં મોડી રાત્રે જ બન્નેની અંતિમ વિધિ પણ કરાઈ હતી.
સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા નાના બાવા પરિવારના અકિલ તેની પત્નિ હાના અને પુત્રી સારા નુ પણ મોત નિપજ્યુ હતું. જો કે ડીએનએ ટેસ્ટને લઈ મૃતદેહ અમદાવાદ સિવિલમાં જ હતા. આખરે ડીએનએ મેચ થતા અકિલ અને તેની પત્નિ હાનાના મૃતદેહ પરિવારને સોંપાતા મોડી રાત્રે બન્નેના મૃતદેહ લઈ પરિવારજનો સુરત આવ્યા હતાં જ્યાં મોડી રાત્રે જ બન્નેની અંતિમ વિધિ કરાઈ હતી. હાલ પણ માસુમ બાળા સારાના ડીએનએ મેચ થયા ન હોય તેના મૃતદેહ લેવા માટે પરિવાર રાહ જોઈ રહ્યો છે.