સુરતમાં વચગાળાના જામીન પર ફરાર થયેલો આરોપી ઝડપાયો
ફૈઝાનખાન ઉર્ફે સલમાન નબીખાન ઉસ્માનની ધરપકડ
વેપારીના અપહરણ અને 2 કરોડની ખંડણીના કેસમાં નાસતો ફરતો હતો
વેપારીનુ અપહરણ કરી બે કરોડ ની ખંડણી માંગવાના નોંધાયેલા ગુનામાં ઝડપાયા બાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ભાગી છુટેલા આરોપીને એક વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરતમાં અનિચ્છનિય ઘટનાઓ રોકવા મેદાને છે સાથે લાજપોર જેલમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા વર્ક આઉટ કરી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુણા પાટીયા કાંગારૂ સર્કલ નજીકથી વેપારીનુ અપહરણ કરી બે કરોડની ખંડણી માંગવાના ગુનામાં એક વર્ષ અગાઉ વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપી મુળ રાજસ્થાનનો અને હાલ સરથાણા ખાતે રહેતા ફૈઝાન ખાન ઉર્ફે સલમાન નબીખાન ઉસ્માનને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.