સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
નકલી પોલીસ બનીને આવેલા લુટારો લૂંટ ચલાવી ફરાર થયા
અમદાવાદ થી સુરત બસમાં આવી રહેલા કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો
સોના ચાંદી અને રોકડ મળી કુલ ૧૬.૫૦ લાખની લૂંટ
9 કલાકમાં બીજા કર્મી પાસેથી 25 લાખના હીરા ચોરાયા
અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી રવિવારે સુરત ખાતે સોના, ચાંદી રાત્રે તથા હીરાના પાર્સલની ડીલીવરી કરવા માટે આવ્યો હતો. કર્મચારી સાડા ચાર વાગ્યે વરાછા મળસ્કે વૈશાલી ત્રણ રસ્તા પાસે ટ્રાવેલ્સની બસમાંથી નીચે ઉતર્યો હતો. તે વખતે તેનો ડુપ્લીકેટ પોલીસ સાથે ભેટો થયો હતો. ફોરવ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યાઓએ આંગડીયા પેઢીના કર્મચારીને તારી બેગમાં ગાંજા છે કહી ગાડીમાં બેસાડી દઈ લાફા માર્યા બાદ રૂપિયા 16.55 લાખના મત્તાના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના લાઠી ગામ ખાતે સિવિલ હોસ્પિટલની સામે બગીચા પ્લોટ ખાતે રહેતા રાજેશસિંહ ગલાબજી રાજપુત આંગડીયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વહેલી સવારે તેમનો કર્મચારી નીકુલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં હીરા તેમજ સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો લઈને સુરત આવ્યો હતો. નીકુલસિંહ મળસ્કે સાડા ચાર વાગ્યે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ડ્રાઈવરની રાહ જોતો હતો. એક ફોરવ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તારી બેગમાં ગાંજા છે તેમ કહી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી દીધો હતો. ચાલુ ગાડીમાં લાફાઓ મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને રૂપિયા 16.55 લાખના હિરા તેમજ સોના ચાંદીના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નિકુલસિંહ રાજપુતે તેના શેઠ રાજેશસિંહ રાજપૂતને જાણ કરતા તેઓએ ગતરોજ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફોરવ્હીલ કારના નંબરના આધારે લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
