ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાની મોટી કાર્યવાહી
સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા પકડ્યા
20,000 કિલોના જથ્થા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાની મોટી કાર્યવાહી કરતા સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલોના જથ્થા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ સાથે ચોટીલા– જસદણ નેશનલ હાઇવે 351 G પર પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પાંચવડા ગામની નજીકથી અશોક લેલન ટ્રક નં. GJ-03-CW-9271 શંકાસ્પદ જણાતા તેને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલ ફોર્ટિફાઇડ ચોખાના કટ્ટામાં બમ્બી મારીને તપાસ કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઇડ ચોખાના કુલ 450 કટ્ટા ભરેલા હતા એટલે કે અંદાજે 20,000 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઇવર દ્વારા લખાવેલ નિવેદન મુજબ આ સરકારી ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો વીછીયા તાલુકાના જુદા જુદા ગામો માંથી પિક અ૫ વાહન દ્વારા એકઠો કરી આઇસરમાં ભરવામાં આવેલ હતો અને વધુ નફો કમાવવાના આશયથી ગાંધીધામ ખાતે ઊંચા બજાર ભાવે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાહેર વિતરણ પ્રણાલીને નુકસાન પહોંચાડે તેવું તેમજ ગરીબ અને પાત્ર લાભાર્થીઓના હક્કના અનાજની ગેરકાયદેસર સગેવગે સમાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા સરકારી ફોર્ટિફાઇડ ચોખાની અંદાજિત કિંમત 10,00000 તથા ટ્રકની અંદાજિત બજાર કિંમત રૂ. 20,00000 મળી કુલ 30,00000 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે

આ સમગ્ર મામલામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓએ સરકારી ફોર્ટિફાઇડ ચોખાની ગેરકાયદેસર હેરફેર કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, જાહેર વિતરણ પ્રણાલીને લગતા પ્ નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ, FPS ધારક અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ આચરનાર તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *