સુરત શહેરના પીપલોદ ખાતે સુવર્ણ હોમિયોપેથી ક્લિનિકનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરના પીપલોદ ખાતે સુવર્ણ હોમિયોપેથી ક્લિનિકનો પ્રારંભ
ગોલ્ડ મેડાલિસ્ટ ડો. શિવમ માંગુકિયાએ વિગતવાર માહિતી આપી

સુરત શહેરના પીપલોદ, કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાછળ એમએસ હાઉસના પ્રથમ માળ પર રવિવાર તા.19 મી જુલાઇ 2026ના રોજથી સુવર્ણ હોમિયોપેથી, એસ્થેટીક્સ એન્ડ સ્કીન કેર ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે

સુવર્ણ હોમિયાપેથીના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. શિવમ માંગુકિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આપણે ત્યાં કોઇ બિમાર પડે એટલે તેઓ એલોપેથી અથવા તો આયુર્વેદ સારવાલ લેવાનું પસંદ કરે છે. જેમાં દર્દીને તાત્કાલિક રાહત તો થાય છે પરંતુ રોગનો કાયમી નિકાલ થતો નથી. જેના કારણે દર્દીને વારંવાર દવાખાનાના ચક્કર લગાવવાનો વખત આવે છે. પરંતુ હોમિયોપેથી સારવાર પધ્ધતીથી જો સારવાર કરવામાં આવે તો દર્દીને આવા રોગોમાંથી કાયમી મુક્તિ મળે છે. ખાસ કરીને ચામડીના રોગોમાં એલોપેથીની સારવાર કરાવવામાં આવે તો દર્દીને સ્ટીરોઇડના ડોઝ આપવામાં આવે છે અને તેના કારણે દર્દીના શરીરને નુકસાન થાય છે જો આવા રોગોની સારવાર હોમિયોપેથીની પદ્ધતીથી કરવામાં આવે તો, દર્દીને તેના સારા પરિણામો મળે છે ઉપરાંત રોગનો જડ મૂળમાંથી નાશ પણ થાય છે. વાસ્તવમાં હોમિયોપેથીની સારવારથી ચામડીના ગમે તેવા હઠીલા રોગ દૂર થઇ શકે છે જે એક થી વધારે વખત સાબિત થઇ ચુક્યુ છે.

આ ઉપરાંત પ્રોસ્ટેટની સારવારમાં પણ ખુબ સારા પરિણામો અત્યાર સુધી મળતા આવ્યા છે. ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, થાઇરોઇડ, વિવિધ પ્રકારના સ્ત્રી રોગ વિગેરેની સચોટ સારવાર થાય છે. ઉપરાંત વાળ ખરવા કે, વાળને રિમુવ કરવાની પણ અદ્યતન પધ્ધતી હોમિયોપેથીના માધ્યમથી થાય છે. ખાસ કરીને સુવર્ણ ક્લિનિકના શુભારંભ પ્રસંગે ફેશીયલ માટે ખાસ ઓફર આપવામાં આવી છે. માત્ર એક હજાર રૂપિયામાં અદ્યતન મશીનરીથી ફેશીયલ કરી આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ ગ્લો ફેશીયલ માત્ર રૂ.1199માં તેમજ કાર્બન અને ટેટુ રિમુવલ માત્ર રૂ. 1499ના પ્રત્યેક સેશનમાં કરી આપવામાં આવશે. સાથો સાથ એફઆરપી હેર ગ્રોથ માત્ર રૂ. બે હજારમાં કરી આપવામાં આવશે. આજના સમયમાં કોઇ પણ પ્રકારના અસાધ્ય રોગની સારવાર દર્દીના શરીર, મન અને પ્રકૃત્તિને સમજીને કરવામાં આવશે એવુ પણ ડો. શિવમ માંગુકિયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *