સુરત : અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું

Featured Video Play Icon
Spread the love

સુરત : અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું
દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપી
ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત જુઈ દેસાઈને દુબઈમાં મળ્યો ખાસ સન્માન

અમદાવાદ, સપ્ટેમ્બર 2025: અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં દુબઈમાં યોજાયેલા પ્રતિષ્ઠિત મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 પેજન્ટમાં તેમણે VRP પ્રોડક્શનના આમંત્રણ પર ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમને ગેસ્ટ ઓફ ઓનર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

જુઈ દેસાઈએ પોતાના આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, “લાંબા સમયથી કરેલી મહેનત અને રાહ બાદ મળેલો આ એવોર્ડ મારા માટે ખૂબ ખાસ છે. આ સફળતા માટે હું મારી માતા પૂર્વીબેન દેસાઈનો ખૂબ આભારી છું. તેમનો સહયોગ અને આશીર્વાદ વગર આ શક્ય ન હોત.” તેમણે આ અવસરે VRP પ્રોડક્શનના ડૉ. રિતુ મેડમ અને રાકેશ સરનો પણ આભાર માન્યો, જેમણે પેજન્ટ સુધી પહોંચવામાં મદદરૂપ ભૂમિકા ભજવી. જુઈ દેસાઈને નૃત્ય, કલાપ્રેમ અને ક્રિએટીવ આર્ટ્સમાં ખાસ રસ છે. તેઓ બોલીવૂડની અનેક અભિનેત્રીઓ જેવી કે કરીસ્મા કપૂર, કરીના કપૂર, અમૃતા અરોરા, ઇશા દેઓલ, રિમી સેન, દીપિકા પાદુકોણ અને બિપાશા બાસુને પોતાની પ્રેરણા માને છે. ખાસ કરીને *પ્રિયંકા ચોપરા (મિસ વર્લ્ડ 2000)*ને તેઓ બ્યુટી પેજન્ટ ક્વીન અને મોડલિંગ ક્ષેત્રમાં સૌથી મોટી પ્રેરણા ગણે છે. જુઈ દેસાઈએ અંતે કહ્યું કે, “ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ મેળવવું સહેલું નથી. ટેલેન્ટ અને સતત મહેનતથી જ આ સ્થાન મળે છે. નૃત્ય અને આર્ટ્સ પ્રત્યેનો મારો જુસ્સો અને પરિવારનો સાથ મારી સફળતાનું રહસ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *