સુરતમાં ફુડ ફેસ્ટીવલનુ આયોજન કરાયુ
અઠવાલાઈન્સ પાર્ટી પ્લોટ ખાતે ફુડ ફેસ્ટીવલનુ આયોજન કરાયુ
આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ફુડ ફેસ્ટીવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત આ વખતે પણ અઠવાલાઈન્સ પાર્ટી પ્લોટ ખાતે ફુડ ફેસ્ટીવલનુ આયોજન કરાયુ છે.
સુરતમાં નવરાત્રી સમયે મહાનગર પાલિકા દ્વારા ફુડ ફેસ્ટીવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાઈ છે. સાંજે છ થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેતા આ ફુડ ફેસ્ટીવલનું અઠવાગેટ ખાતે આવેલ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુના કૃષ્ણકજું મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ પર સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિતનઓની હાજરીમાં ઉદઘાટન કરાયુ હતું. તો આ સમયે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
