સુરતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન
વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટ ડિસ્પેચિંગ
વહેલી સવારે મોક પોલ કરીને મશીનોની ચકાસણી કરવાની સૂચના

સુરતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે દરેક વોર્ડ મુજબ અલગ-અલગ ટીમો બનાવી ઈવીએમ અને વીવીપીટી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નક્કી કરાયેલા મશીનોની ફાળવણી કરી તેની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી હતી. સમગ્ર વિતરણ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. સલામતીના ભાગરૂપે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવશે. બીએલઓ અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારી મુજબના મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી છે. ચૂંટણી સ્ટાફ દ્વારા મશીનોની સાથે જરૂરી સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

કીટ મળ્યા બાદ તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ સીધા જ તેમના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મશીનોના પરિવહન માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો પર પહોંચ્યા બાદ તમામ ઈવીએમ અને વીવીપીટી મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ કરીને મશીનોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *