રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યનું મતદાન

Featured Video Play Icon
Spread the love

રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યનું મતદાન
૧૦૦ ટકા મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતદારોને અપીલ
રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ

રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ૧૦૦ ટકા મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદારોને હાર્દિક અપીલ

લોકશાહી પરંપરામાં મતદાન અધિકાર સાથે નાગરિક કર્તવ્ય પણ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અપીલ કરતા કહ્યું વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન અવશ્ય કરીએ, ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં ૧૦૦ ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

મુખ્યમં ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. 100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *