સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કારગીલ વિજય દિવસ ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કારગીલ વિજય દિવસ ઉજવણી
100 ફૂટ ઊંચો ભવ્ય રાષ્ટ્રધ્વજા રોહન
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ.

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કારગીલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચો ભવ્ય રાષ્ટ્રધ્વજા રોહન તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ.

સુરત શહેર માં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી કર ભલા હો ભલા ના ઉમદા ઉદ્દેશ થી કોઈ પણ જાતના ભેદભાવ વગર અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય, સામાજિક જાગરૂકતા અને શૈક્ષણિક કાર્યક્રમો અવિરત કરતું આવ્યું છે.સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજારોહણ તેમજ સરદાર પટેલ સાહેબ ની પ્રતિમાનું અનાવરણ, આગામી તારીખ 26 જુલાઈ 2026 ને રવિવારના રોજ સમગ્ર ભારતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે રાષ્ટ્રહિતાના સર્વોપરી ની ભાવના સાથે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જુલાઈ 2026 ને રવિવારે સવારે 8.00 કલાકે રામચોક મોટા વરાછા સુરત મુકામે વિશિષ્ટ અને ગૌરવ પૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે… આ ત્રિવિધ કાર્યક્રમમાં સૌ પ્રથમ દેશની રક્ષાકાજે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર જવાનોને અર્પણ તર્પણ અને સમર્પણ કરવાના ભાવ સાથે 100 ફૂટ ઊંચા ભવ્ય રાષ્ટ્રધ્વજ નું આરોહણ કરવામાં આવશે સાથે સાથે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *