ભાવનગરમાં ચોમાસા દરમિયાન પાણીની સમસ્યા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ચોમાસા દરમિયાન પાણીની સમસ્યા
વરતેજની સવગુણ નગર તેમજ ચંદ્રમણી સોસાયટીમાં ભરાયેલ પાણી

ભાવનગરમાં ચોમાસા દરમિયાન વરતેજની સવગુણ નગર તેમજ ચંદ્રમણી સોસાયટીમાં ભરાયેલ પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરતી વરતેજ ગ્રામ પંચાયત

વરતેજ ગામના સરપંચશ્રી જયરાજસિંહ ગોહિલ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જનસેવાની ઉત્તમ મિસાલ પૂરી પાડવામાં આવી છે. ભારે વરસાદના કારણે વરતેજ ગામની સોસાયટીમાં ગટરો તેમજ રોડ રસ્તાઓ બ્લોક થઈ જતાં રસ્તાઓ અને ઘરોની આસપાસ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. જેના કારણે સોસાયટીના રહીશોને અવર-જવરમાં તેમજ આરોગ્યને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. સરપંચને આ બાબતની તાત્કાલિક જાણ થતાં જ તેમણે ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈને બ્લોક થયેલી તમામ ગટરો તાત્કાલિક ધોરણે ખોલાવી હતી. જેના પરિણામે પાણીનો યોગ્ય નિકાલ થયો અને રહીશોને મોટી રાહત મળી.

સોસાયટીના રહીશોએ સરપંચશ્રી અને સમગ્ર ગ્રામ પંચાયતની આ ઝડપી અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી. લોકોએ જણાવ્યું કે “ચોમાસામાં થતી આ પ્રકારની તકલીફમાં પંચાયત દ્વારા તાત્કાલિક ધ્યાન આપી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો તે ખરેખર પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *