સોનગઢમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયું
સમગ્ર ભારત દેશ આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરમાં પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
સોનગઢ નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહદેવસિંહ વનારની આગેવાની હેઠળ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામીતના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત દેવજીપુરા વિસ્તારની પાણીની ટાંકી પાસે શિવાનીબેન રિંકેશકુમાર રાણાના વરદ હસ્તે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરજનોને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ સોનગઢ નગરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ચિતાર પણ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગર દેશભક્તિના માહોલમાં સરોબર બન્યું હતું
