સુરત કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે બાળકીનું અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરત કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે બાળકીનું અપહરણ
ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ
બાળકીનો અપહરણકાર રતલામ સ્ટેશને ઉતરી ગયાનું સામે આવ્યું

સુરત કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાના ચકચારી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી હતી. રતલામથી 60 કિમી દૂર આવેલા એક ગામમાં પોલીસે ઓપરેશન કરી બાળકીનો કબજો મેળવ્યો હતો. જોકે અપહરણકાર ભાગી છૂટ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના મીઠાપર તાલુકા નજીકનાં ગામની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતાં તેને તથા આઠ અને દસ વર્ષની બાળકીને ત્યાં જ મૂકી ત્રણ વર્ષીય બાળકી સાથે બે દિવસ પહેલાં જ સુરત આવી હતી. સુરતમાં તેનાં પરિચિત વિક્કી સાથે સાથે છેલ્લા બે દિવસથી નાના વરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી હતી. આ ફૂટપાથ ઉપર તેની જેમ ઘરવિહોણા પચાસ જેટલા લોકો સૂઇ રહે છે. કડિયાકામની મજૂરીથી થાકીને સૂઈ ગયેલી માતાનાં પડખામાં ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાયું હતું. સીસીટીવી ચેક કરતાં બાળકીનું અપહરણ કરી ગયેલો ત્રીસેક વર્ષનો શખ્સ દેખાઈ આવ્યો હતો. તે સુરત રેલવે સ્ટેશનથી 10.10 કલાકે ઉપડેલી દૌન્ડ-ઈન્દોર એક્સપ્રેસમાં બેસીને બાળકીને લઇ જતો દેખાઈ આવતાં કાપોદ્રા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવાના કરવામાં આવી હતી.

બાળકીનો અપહરણકાર રતલામ સ્ટેશને ઉતરી ગયાનું જાણ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહીંથી 60 કિમી દૂર આવેલા બજના ગામમાં ઓપરેશન હાથ ધરી બાળકીને મુક્ત કરાવી લીધી હતી. અપહરણકાર પર ભીંસ વધતાં તે બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને છટકી ગયો હોઈ સ્થાનિક પોલીસની મદદથી બાળકીને શોધી લેવાઈ હતી. જોકે આ શખ્સ આસપાસના ગામનો જ રહીશ હોવાની શંકા સાથે બે ટીમ તેને પકડવા માટે ત્યાં જ રોકાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બાળકીનું અપહરણ કરનાર શખ્સ કોણ છે અને તેણે કેમ અપહરણ કર્યું હતું તે જાણવા પોલીસે તેને શોધવા મંડી પડી છે. હાલ અપહ્યત માસુમ બાળાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી માતાને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *