રાજકોટમાં પદ્મિની બા વાળા, પુત્ર અને મળી કુલ 5 લોકો સામે હનીટ્રેપની ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં પદ્મિની બા વાળા, પુત્ર અને મળી કુલ 5 લોકો સામે હનીટ્રેપની ફરિયાદ
પદ્મિનીબા સામે ફરિયાદ કરનારા ફરિયાદી સામે પણ નોંધાવી ફરિયાદ.
27 વર્ષની યુવતીએ રમેશ અમરેલીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતાં અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા ફરી એક વિવાદમાં સપડાયાં છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ મામલે ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલાં તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું, આવું કહીને તે યુવતીએ વીડિયો કોલમાં ટીશર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યાં છે, તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘૂસી ગયાં હતાં. જે મામલે પદમીની બા વાળાની પ્રતિક્રિયા સામે આવી છે

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોર જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવડાવી દઈશ. તેમજ વધુમાં જણાવ્યા અનુસાર, પદ્મિનીબા તેમને ધમકાવી રહ્યાં હતાં ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવી જતાં પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવી માફીનો વીડિયો, માફીપત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી હતી. સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી હતી. આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *