સુરતમાં 14 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
પોલીસે આરોપીને યુપીના રાયબરેલીથી ઝડપી પાડ્યો
પોલીસે મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાનની ધરપકડ કરી
હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણા લઈ જઈ ચોરી કરી જનાર આરોપીને હજીરા પોલીસે યુપીના રાયબરેલીથી ઝડપી પાડ્યો છે.
સુરતની હજીરા પોલીસે બાતમીના આધારે હજીરાની કંપનીઓમાંથી ટ્રકોમાં નિકળતા પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનારને ઝડપી પાડ્યો છે. રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટીકના દાણાની ચોરી કરી બારોબાર વેંચી નાંખવાના ગુનામાં 14
વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાનને યુપીના રાયબરેલીથી ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
