દાહોદમાં દિપોત્સવનું આયોજન
શરદપૂર્ણિમાને લઈ ઉજવણી કરવામાં આવી
ધાર્મિક આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
ઇસ્કોન દાહોદમાં શરદપૂર્ણિમાની લઈ દિપોત્સવ નું આયોજન કરવામાં આવ્યું, આ ધાર્મિક આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા રાધા કૃષ્ણની ભવ્ય ઝાંખી દીપ દાન તેમજ ભક્તિ સંગીતને માધ્યમથી દિવ્ય આનંદની અનુભૂતિ કરવામાં આવી હતી શરદપૂર્ણિમાની લઈ ઇસ્કોન દાહોદ માં દિપોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તિ ભાવના ને જાગૃત કરવા માટે તેમજ કાર્તિક માસમાં દીપ પ્રાગટ્યનું ખૂબ જ મહત્વ હોય છે આવું માનવામાં આવે છે આ માસમાં પ્રભુની ભક્તિ કરવાથી ખૂબ જ લાભ થતું હોય છે તેમજ મનુષ્યને આનો લાભ પણ મળતો હોય છે દાહોદ ઇસ્કોન માં સમગ્ર કાર્યક્રમ પ્રભુ શ્રી સનાતન કૃપા દાસ જી ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
