સોનગઢ પોલીસે બે ચોરીના ગુના ઉકેલ્યા
પોલીસે વાયર ચોરી કરતી ટોળકીને ઝડપી પાડ્યો
સોનગઢ પોલીસને ચોરી અંગેના ભેદ ઉકેલવા સફળતા મળી છે. તાલુકાના બોરીસાવર ગામે ફિલ્ટર પ્લાન્ટ માંથી મોટર અને કેબલ વાયર ચોરી કરતી ટોળકીને સોનગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડી અને ટોળકી પાસેથી પોલીસે 70 વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સોનગઢ..સોનગઢ તાલુકા ના બોરીસવાર ગામ ખાતે પાણી પુરવઠા નું પાઇપલાઇન નું કામ કરતી આર ઈન્ફા પ્રોજેક્ટ પ્રા લી કંપની દ્વારા કામગીરી ચાલી રહી છે જેના ઈલેક્ટ્રીક સાધનો મોટર સહિત કેબલ વાયર જેવી સામગ્રી ની ચોરી થયા અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે. સોનગઢ ના બોરીસાવર ગામે ફિલ્ટર પ્લાન્ટ ની પાઇપ લાઇન નું કામ કરતી પ્રાઇવેટ કંપની દ્વારા ગોડાઉન બનાવી તેમાં કેબલો સહિત મોટર મૂકવામાં આવી હતી જેમાં કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા બનાવવામાં આવેલ ગોડાઉનની ત્રીજા નંબરની બારી તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી મૂકવામાં આવેલ 43 નંગ મોટર કેબલ વાયર જેની કિંમત 5.50.291 તેમજ કેબલ ની કિંમત 192230 આમ કુલ 742530 ની કિંમતની વિવિધ મોટરો ની ચોરી અંગેની ફરિયાદ જી ડબ્લ્ યુ એસ એસ બી ફિલ્ટર પ્લાન્ટ દુમદા ખાતે અને આર આર ઇ.ફા પ્રોજેક્ટ કંપની માં એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતા મૂળ સુરત ના ચોર્યાસી તાલુકા ના રહેવાસી અને હાલ દુમદા ખાતે રહેતા પાર્થ કુમાર ગોવિંદભાઈ કંથારીયા દ્વારા ફરિયાદ કરવામા આવતા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવા ના ગણતરીના કલાકોમાં સોનગઢ પોલીસે ચોરી કરી ગયેલા માલ સામગ્રી સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી..
