સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
આરોપી રાજેશ પ્રસાદને ક્રાઈમ બ્રાંચે વસઈથી ઝડપી પાડ્યો
મુંબઈની નાઇજિરિયન મહિલાનો ડ્રગ્સ ડીલર ઝડપાયો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસે અગાઉ ઝડપી પાડેલા કોકેઈનના કેસમાં સુરતમાં ડિલેવરી કરનારને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી યુવા વર્ગને બચાવવા આપેલી સુચના મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ગત 20 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અઠવાગેટ મહાવીર હોસ્પિટલ સામેથી મીતેશ સુનિલ પાંડે અને ચેતન મોહન પરમારને કોકેઈન સાથે ઝડપી પાડ્યા હતા જે કોકેઈનનો જથ્થો તેઓને ડિલેવરી કરનાર મુળ ઝારખંડના કોડરમાનો અને હાલ મુંબઈ વસઈ ખાતે રહેતા રાજેશ પ્રસાદ પુનીત પ્રસાદને પણ મહારાષ્ટ્રના વસઈ ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.