સુરત : ગુમ થયેલને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે શોધી કાઢી
અપહરણના ગુનાઓમાં ભોગ બનનારને જલગાંવ ખાતેથી શોધી કાઢી
ખટોદરા પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે શોધી કાઢી ખટોદરા પોલીસને તેનો કબ્જો સોંપ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમનાઓની સુચના મુજબ શહેરમાં અપહરણના ગુનાઓમાં ભોગ બનનારાઓને શોધી કાઢી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અપાયેલા આદેશને લઈ ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ભોગ બનનારને મહારાષઅટ્રના જલગાંવ ખાતેથી શોધી કાઢી તેને સુરત લાવી તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપ્યો હતો.