સિક્યુરિટી ગાર્ડ દવાની બોટલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો

Featured Video Play Icon
Spread the love

સિક્યુરિટી ગાર્ડ દવાની બોટલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો
ત્રણ મહિનાથી પગાર ન થતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું,
પોલીસ દરમિયાનગીરી કરતા કંપનીએ પગાર કર્યો

સુરતમાં ATM સેન્ટરમાં ગાર્ડ તરીકે નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડનો કંપની તરફથી છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા જંતુનાશક દવાની બોટલ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સુપરવાઈઝરે પગાર ન આપતા પોતે હેરાન થતા હોવાનું જણાવ્યું હતું

જેથી મહીધરપુરા પોલીસ તાત્કાલિક એલર્ટ થઇ હતી અને વોચમેનના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ખુલ્યું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યુરિટી કંપની છે. CSS જેણે છેલ્લા ત્રણ મહિનાથી પગાર માટે પૈસા મોકલ્યા ન હતા, જેના કારણે સુપરવાઇઝર તરફથી પણ પગાર અટવાઈ ગયો હતો.તેઓએ વધુ માં જણાવ્યું હતું કે, મહીધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે સીધો સંપર્ક કંપનીના અધિકારીઓ સાથે સાધ્યો અને કર્મચારીની ગંભીર સ્થિતિની જાણકારી આપી. પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો અને ત્રણ મહિનાનું રૂ. 24,000 ચૂકવવા સુપરવાઇઝરને મોકલી દીધું હતું. સુપરવાઇઝરે આ રકમ તાત્કાલિક વોચમેનને ચુકવતા તેઓ ખુશ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *