સુરત વેસુની મહાવીર હોસ્પિટલમાં આગ
મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હો્પિટલમાં આગ લાગતા ભાગદોડ
ફાયર વિભાગની છ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેસુ ખાતે આવેલ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હો્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં શનિવારે હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પીટલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. નવનિર્મિત હોસ્પિટલમાં મશીનરી ઈન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો ફાયર વિભાગની છ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ કામગીરી કરી હતી. હોસ્પિટલના ટેરેસ ન ભાગેથી આઠ જ્યારે બેઝમેન્ટ ન ભાગેથી ચાર લોકોનુ રેસ્ક્યુ કરાયુ હતું. હોસ્પિટલ પરિસરમાં ધુમાડાના કારણે સ્મોક ફેલાતા ભયનો માહોલ ઊભો થયો હતો જો કે આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો છે.
