ભાવનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર,
સિઝનનો સૌથી ગરમ દિવસ
કાળઝાળ ગરમીથી લોકો અકળાયા,
ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે સતત ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો સરેરાશ 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા.
ભાવનગરમાં આજે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગરમીની સાથે 30 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીનો પારો વધતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવા આકરા તાપ લોકોએ સહન કરવો પડ્યો હતો. શહેરમાં એક જ ઝાટકે 5 ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 45.2 ડીગ્રીને પાર પહોંચતા આભ માથી જાણે રીતસર અંગારા વરસી રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું છે, આ સિઝનનું હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું. તેમજ 20 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. સાંજે 6ના સુમારે પણ જાણે ગરમ લૂ થી લોકો પ્રભાવિત થયા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં ઉનાળાએ વૈશાખી સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ આજરોજ એક જ ઝાટકે 5 ડીગ્રી ના વધારા સાથે મહત્તમ તાપમાન 45.2 ડીગ્રીને પાર પહોંચતા આભ માથી જાણે રીતસર અંગારા વરસી રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું છે, આ સિઝન ની હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું, 20 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. સાંજે 6 ના સુમારે પણ જાણે ગરમ લું થી લોકો પ્રભાવિત થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં ભાવનગરમાં નોંધાયેલુ તાપમાન સરેરાશ 41 ડિગ્રી નોંધાતા લોકો અકળાયા હતા.
