નવસારી જિલ્લા પોલીસનો ઇંધણ બચત માટે મહત્વનો નિર્ણય.

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લા પોલીસનો ઇંધણ બચત માટે મહત્વનો નિર્ણય.
રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહનોમાં એસીનો ઉપયોગ બંધ
મીટીંગોનું આયોજન વિડીઓ કોંફરન્સ દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીની ઇંધણ બચાવોની મહત્વની અપીલ બાદ નવસારી જિલ્લા પોલીસનો ઇંધણ બચત માટે મહત્વનો નિર્ણય.

PM ની અપીલ અન્વયે ઇંધણ બચત માટે નવસારી પોલીસ દ્વારા લેવાયેલા નિર્ણયમાં સ્ટાફ દ્વારા વધુમાં વધુ કારપૂલિંગનો ઉપયોગ કરાશે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહનોમાં AC નો ઉપયોગ બંધ કરવામાં આવશે. શક્ય હશે ત્યાં સુધી મીટીંગોનું આયોજન વિડીઓ કોંફરન્સ દ્વારા કરવામાં આવશે. કોર્ટ મુદ્દતો અને સાક્ષી પક્રિયામાં શક્ય હોય ત્યાં સુધી વિડીઓ કોંફરન્સ દ્વારા હાજરી અપાશે. હાઇકોર્ટ મુદતો માટે શક્ય હશે ત્યાં સુધી પોલીસ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. સાથેજ દેશના વડાપ્રધાનનો સંદેશ, ઇંધણ બચત એ આપણા દેશના ભવિષ્ય માટે આપણી સામુહિક જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *