નવસારીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ
ચૂંટણી પંચની કામગીરી સામે કાર્યકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો,
પોલીસે નેતાઓની અટકાયત કરી

નવસારી ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ દર્શાવી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર તડાફડીના દ્રશ્યો સર્જાયા છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન અને ધરણાનુ આયોજન કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં જણાતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી ઉપાડી લીધા હતા.

નવસારી શહેરમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં રસ્તા પર ઉતર્યા હતા કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ પ્રદર્શન શરૂ થાય અને ધરણા યોજાય તે પૂર્વે જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી ત્યારે પોલીસ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે તડાફડી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આક્રમક બનેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને તેમને વાહનોમાં ઉપાડી લીધા હતા અને સ્થિતિ થાળે પાડી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *