સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
₹૧૯.૬૯ લાખના વિદેશી દારૂ અને બોલેરો ગાડીઓ સાથે બે આરોપી ઝડપાયા

તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ-ફર્લો સ્ક્વોડે સોનગઢના નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે દરોડો પાડી મહારાષ્ટ્ર તરફથી આવતી બે બોલેરો પીકઅપ ગાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૧૯,૬૯,૯૯૨/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

તાપી પોલીસ ને મળેલ બાતમી ના આધારે હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી બે પીકઅપ ગાડીઓ (MP-10-G-3679 અને MP-46-ZE-2463) દારૂ ભરી સોનગઢ-વ્યારા થઈ વડોદરા તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસે પ્રથમ ગાડી અટકાવી મધ્યપ્રદેશના ડ્રાઇવર વિકાસ મોરે અને ક્લીનર પવન ખેડકરને ઝડપી લીધા હતા. બીજી પીકઅપ ગાડીના ચાલકે નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોરવાડ પાટીયા નજીક ગાડી મૂકી ડ્રાઇવર અને ક્લીનર અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે બંને ગાડીઓમાંથી કૂલ ૪,૩૯૨ બાટલી દારૂ (કિંમત રૂ. ૯,૬૪,૯૯૨/-), બે બોલેરો ગાડીઓ અને મોબાઇલ મળી રૂ. ૧૯.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નાસી છૂટેલા બે ઇસમો તથા પાયલોટીંગ કરનાર કારના બે સવારો મળી કુલ ૪ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *