દરબારમાં આસપાસના ગામોમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા
આગ્નેવાનોએ વિવિધ સમસ્યાઓ આઇજી સમક્ષ રજૂ કરી
તાપીના જિલ્લા મથક વ્યારા ખાતે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પર રેન્જ આઇજી પ્રેમ વીર સિંહની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. લોક દરબાર વ્યારા નગર સહિત આસપાસના ગામોમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં . અને વિવિધ સમસ્યાઓ IG સમક્ષ રજૂ કરી હતી.
રેન્જ આઈ.જી પ્રેમ વીર સિંહએ લોક દરબારમાં લોકો દ્વારા રજૂ કરાયેલ જુદા જુદા પ્રશ્નો ને ધ્યાનપૂર્વક સાંભળીને ટૂંક સમયમાં લોકોનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું તેમજ ખાસ કરીને સાઈબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે ત્યારે લોકોને સાવચેત રહેવા તેમજ સાઈબર ક્રાઈમથી કોઈ પણ જાતનાં ડર રાખ્યા વિના 1930 નંબર પર જાણ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમજ સાઈબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ પહેલ જારી હોવાનું IG એ જણાવ્યું હતું.,…